તેમના માટે કૉમર્સતમારા માટે કમિશન

Shopify પર નવા વેપારીઓને સંદર્ભિત કરવા બદલ ચુકવણી મેળવો. દરેક પ્રકારના કૉમર્સ નિષ્ણાત માટે બનાવવામાં આવેલા પ્રોગ્રામમાં જોડાઓ.

તમારી કમાણીની ગણતરી કરો

દર મહિને રેફરલ્સ

દરેક યોગ્ય રેફરલ દીઠ $150 USD સુધી કમાઓ.
05

US$9,000 USD સુધી

ગણતરીઓ માત્ર અંદાજિત છે. Basic, Grow અથવા Advanced પેઇડ પ્લાન પર દરેક સાઇનઅપ માટે કમિશન ચૂકવવામાં આવે છે. રેફરલ સ્થાનના આધારે કમિશનની રકમ બદલાય છે. સંપૂર્ણ પેઆઉટના દરો અને શરતો જુઓ.

કમિશન પર કોઈ મર્યાદા નથી. ક્યારેય નહીં

કમાવાનું શરૂ કરો

તમારી સફળતાને વેગ આપો

કસ્ટમ રેફરલ લિંક વધતી જતી ટ્રેન્ડ લાઇન ઉપર તરે છે. લિંકની આસપાસ બૅજ છે જે 20,000 વ્યૂ, 1,800 ક્લિક અને $7,500 USD કમાણીના આંકડા દર્શાવે છે, જે ગહન ઍનાલિટિક્સ અને ચુકવણી ટ્રૅકિંગનો સંકેત આપે છે.

વ્યક્તિગત ડેશબોર્ડ

કસ્ટમ રેફરલ લિંક્સ, ગહન ઍનાલિટિક્સ, ચુકવણી ટ્રૅકિંગ અને વધુ સાથે પૂર્ણ કરો.
નમૂનારૂપ Shopify માર્કેટિંગ બૅનર્સ અને વીડિયો જાહેરાતો. ક્રોસ-પ્લેટફોર્મ જાહેરાત માટે તૈયાર ઍસેટ્સ દર્શાવતા TikTok, Instagram, Google, Facebook અને YouTube ના આઇકન જાહેરાતોની આસપાસ છે.

ઉપયોગ માટે તૈયાર ઍસેટ્સ

કન્વર્ઝન માટે ડિઝાઇન કરેલા બૅનર્સ, લોગો, વીડિયો અને જાહેરાતો સાથે ડિઝાઇન કરવાનું કામ ટાળો.
એક વ્યક્તિ લેપટૉપ પર ટાઇપ કરે છે, સાથે ખુલ્લા પુસ્તક, પરબીડિયું અને ઉપર તરફ જતા તીરના આઇકન તરે છે. આ પ્રતીકો Shopify ઍફિલિએટ્સને વધુ રેફરલ્સ મેળવવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરેલી પ્લેબુક, ન્યૂઝલેટર્સ અને સંસાધનોની ઍક્સેસ દર્શાવે છે.

માર્ગદર્શિકાઓ અને સંસાધનો

વધુ રેફરલ્સ મેળવવા માટે પ્લેબુક, લેખો અને ન્યૂઝલેટર્સ ઍક્સેસ કરો.
એક હાથ સ્માર્ટફોનને જીન્સના ખિસ્સામાં મૂકે છે. તરતા બૅજમાં "Direct deposit" અને આગામી પેઆઉટ $1,800 USD દર્શાવેલ છે, જે વિશ્વસનીય અને સમયસર ચૂકવણીનો સંકેત આપે છે.

વિશ્વસનીય અને સરળ પેઆઉટ

તમારી પસંદગીના 80 થી વધુ ચલણોમાં ડાયરેક્ટ ડિપોઝિટ અથવા બેંક ટ્રાન્સફર દ્વારા સમયસર ચુકવણી મેળવો.

દરેક પ્રકારના વિક્રેતાનો સંદર્ભ આપો

કૉમર્સ શરૂ કરનારા લોકો

સરળ AI અને ડ્રેગ-એન્ડ-ડ્રોપ ટૂલ્સ સાથે, કોઈપણ વ્યક્તિ મિનિટોમાં સ્ટોર લૉન્ચ કરી શકે છે.

ઇન્વેન્ટરી-મુક્ત વિક્રેતાઓ

ઓછા ખર્ચે શરૂઆત કરવા માટે ડ્રૉપશિપિંગ અને પ્રિન્ટ-ઑન-ડિમાન્ડ વિકલ્પો.

સોશિયલ વિક્રેતાઓ

પોતાના ફૉલોઅર્સ દ્વારા કમાણી કરતા લોકો માટે સોશિયલ મીડિયા કૉમર્સ ઇન્ટિગ્રેશન.

રૂબરૂ વેચાણ કરતા વિક્રેતાઓ

અમારા લવચીક POS સોલ્યુશન્સ ઇવેન્ટ અને પૉપ-અપ્સમાં વેચાણ કરવા માટે એકદમ યોગ્ય છે.

Shopify નું સ્કેલ એ તમારો સૌથી મોટો સેલિંગ પૉઇન્ટ છે

લાખો

વ્યવસાયો Shopify પર વિશ્વાસ કરે છે

175+ દેશો

જ્યાં Shopify વ્યવસાયો છે

15% વધુ

સ્પર્ધકો કરતાં કન્વર્ઝન

આજે જ કમાવાનું શરૂ કરો

01

Shopify ઍફિલિએટ બનવા માટે અરજી કરો

02

તમારી કસ્ટમ ઍફિલિએટ લિંક શેર કરો

03

દરેક યોગ્ય રેફરલ પર કમિશન એકત્રિત કરો

ઍફિલિએટ બનો

વારંવાર પૂછાતા પ્રશ્નો

Shopify Affiliate Program શું છે

Shopify Affiliate Program માં જોડાવા માટે કોઈ શુલ્ક નથી અને તે તમને તમારા દર્શકો દ્વારા કમાણી કરવા તેમજ તમે અમારા સુધી મોકલેલા દરેક યોગ્ય Shopify મર્ચન્ટ રેફરલ માટે કમિશન મેળવવાની સક્ષમતા આપે છે. એક ઍફિલિએટ તરીકે, જ્યારે નવા વેપારીઓ તમારી યુનિક ઍફિલિએટ રેફરલ લિંક દ્વારા પૂર્ણ-કિંમતનો Shopify સ્ટોર પ્લાન ખરીદે છે, ત્યારે તમે કમિશન કમાઈ શકો છો.

Shopify Affiliate Program માં કોણ જોડાઈ શકે છે

Shopify Affiliate Program કોઈપણ વ્યક્તિ માટે ખુલ્લો છે, જેમના દર્શકો તેમની વ્યાપાર સફરના કોઈપણ તબક્કે વેપારીઓ છે. જો કે, અમે ગુણવત્તા અને સુસંગતતાને પ્રાથમિકતા આપતા હોવાથી દરેક અરજી મંજૂર કરવામાં આવતી નથી.

આદર્શ Shopify ઍફિલિએટ્સ સામાન્ય રીતે:

  • સક્રિય વેબસાઇટ ધરાવે છે અને તેનું સંચાલન કરે છે
  • સ્થાપિત દર્શક વર્ગ ધરાવે છે
  • કૉમર્સ અથવા ઉદ્યોગસાહસિકતા પર કેન્દ્રિત ઓરિજિનલ કન્ટેન્ટ બનાવે છે
  • Shopify અથવા અન્ય કોમર્સ પ્લેટફોર્મનો અનુભવ ધરાવે છે

હું Shopify ઍફિલિએટ તરીકે કમિશન કેવી રીતે કમાઈ શકું

એક Shopify ઍફિલિએટ તરીકે, જ્યારે નવા વેપારીઓ તમારી યુનિક ઍફિલિએટ રેફરલ લિંક મારફતે પૂર્ણ કિંમતના Shopify સ્ટોર પ્લાન માટે સાઇન અપ કરે છે ત્યારે તમે કમિશન મેળવી શકો છો. તમારા રેફરલ્સની તેમની સાઇન-અપ પ્રક્રિયા દરમિયાન ટ્રૅક કરવામાં આવે છે, અને જ્યારે તમારા સંદર્ભિત વેપારીઓ પૂર્ણ-કિંમતનો પ્લાન ખરીદે છે ત્યારે તમને તમારું કમિશન મળે છે.

કમિશન ક્યારે અને કેવી રીતે ચૂકવવામાં આવે છે

Shopify Affiliate Program મોટાભાગના દેશોમાં તમારા બેંક એકાઉન્ટ અથવા PayPal માં ડાયરેક્ટ ડિપોઝિટ દ્વારા ચુકવણી માટે સપોર્ટ પૂરો પાડે છે.

Shopify Affiliate Program માટે જરૂરી છે કે ઉપાડ કરતા પહેલા તમારું ન્યૂનતમ બૅલેન્સ $10 USD હોવું જોઈએ. ઍફિલિએટ્સ પસંદ કરી શકે છે કે તેમનું બૅલેન્સ અમુક રકમ સુધી પહોંચે ત્યારે અથવા દર બે અઠવાડિયે તેમને ચુકવણી કરવામાં આવે. કૃપા કરીને નોંધો કે, અગાઉના મહિનાના રેફરલ્સ માટે, Shopify દર મહિનાની 22મી તારીખે મહિનામાં માત્ર એક જ વાર તમારા બૅલેન્સમાં કમિશન જારી કરે છે. આ તમારા ઉપાડના સેટિંગ્સથી સ્વતંત્ર છે.

મારા રેફરલ્સ કેટલા સમય માટે ટ્રૅક કરવામાં આવે છે

કોઈ તમારી લિંક પર ક્લિક કરે ત્યારથી 30 દિવસ માટે અમે તમામ રેફરલ્સને ટ્રૅક કરીએ છીએ. જો તમારો રેફરલ મફત ટ્રાયલ માટે સાઇન અપ કરે છે, તો અમે 400 દિવસ સુધી ઑટોમૅટિક રીતે ટ્રૅક કરીએ છીએ કે તે સ્ટોર ક્યારે પેઇડ ટ્રાયલ અને ફુલ પ્રાઇઝ સ્ટોર બને છે.

શું જોડાવામાં કોઈ ખર્ચ શામેલ છે

ના, Shopify Affiliate Program માં જોડાવા માટે કોઈ ચાર્જ લાગતો નથી.

હું કેટલી કમાણી કરી શકું તેની કોઈ મર્યાદા છે

ના! તમે Shopify ઍફિલિએટ તરીકે કેટલી કમાણી કરી શકો છો તેની કોઈ મર્યાદા નથી, આથી તમારી કમાણીની ક્ષમતા અમર્યાદિત છે.

જો હું Shopify મર્ચન્ટ હોઉં તો શું હું Shopify ઍફિલિએટ બની શકું

હા, Shopify મર્ચન્ટ્સ Shopify Affiliate Program માં જોડાઈ શકે છે! તમારો વ્યક્તિગત Shopify અનુભવ તમારા દર્શકોને મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરી શકે છે, અને તમે તમારી સફળતાની વાર્તા શેર કરીને ઍફિલિએટ કમિશન કમાઈ શકો છો. અમારા કેટલાક શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ઍફિલિએટ્સ Shopify મર્ચન્ટ્સ છે!

હું Shopify ઍફિલિએટ તરીકે મારા પ્રદર્શન અને કમાણી પર કેવી રીતે નજર રાખી શકું

તમે Impact દ્વારા સંચાલિત તમારા વ્યક્તિગત ડેશબોર્ડમાં તમારા ઍફિલિએટ પ્રદર્શન અને મળેલા કમિશન પર નજર રાખી શકશો. એકવાર અમારા પ્રોગ્રામમાં જોડાવાની તમારી અરજી મંજૂર થઈ જાય પછી તમને આનો ઍક્સેસ મળશે.

મારી Shopify ઍફિલિએટની અરજી પર પ્રક્રિયા ક્યારે કરવામાં આવશે

અમારા પ્રોગ્રામમાં જોડાવા માટેની અરજીઓ પર સામાન્ય રીતે 24 કલાકમાં પ્રક્રિયા કરવામાં આવે છે. અમે બધી અરજીઓની વહેલામાં વહેલી તકે સમીક્ષા કરવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ કેટલાક કિસ્સાઓમાં પ્રક્રિયા કરવામાં વધુ સમય લાગી શકે છે. એકવાર તમારી અરજી મંજૂર થઈ ગયા પછી તમને ઇમેઇલ મારફતે સૂચના પ્રાપ્ત થશે.

શું Shopify વિશે શેર કરવા માટે કોઈ પ્રમોશનલ સામગ્રી છે

અમે ઍફિલિએટ્સને વિવિધ પ્રમોશનલ સામગ્રી પ્રદાન કરીએ છીએ જે તમને તમારા દર્શકો સાથે અસરકારક રીતે Shopify વિશે શેર કરવામાં મદદ કરે છે. આ સામગ્રીમાં સર્જનાત્મક બૅનર્સ, ટેક્સ્ટ લિંક્સ અને અમારી મુખ્ય ભાષાઓમાં ઉપયોગ માટે તૈયાર કન્ટેન્ટ શામેલ છે. તમારા માર્કેટિંગ પ્રયાસો વધારવા અને કન્વર્ઝન લાવવા માટે તમે તમારા ઍફિલિએટ ડેશબોર્ડ મારફતે આ સંસાધનોને ઍક્સેસ કરી શકો છો.

મારી અરજી શા માટે નામંજૂર કરવામાં આવી

અરજી નામંજૂર થવાના કેટલાક કારણો હોઈ શકે છે. સામાન્ય પરિબળોમાં યોગ્યતાના માપદંડો પૂરા ન કરવા, જેમ કે સક્રિય વેબસાઇટ કે સ્થાપિત દર્શક વર્ગનો અભાવ, અથવા તમારું કન્ટેન્ટ અમારી બ્રાંડ સાથે સુસંગત ન હોવાનો સમાવેશ થાય છે.

Shopify ઍફિલિએટના સપોર્ટ માટે હું કોનો સંપર્ક કરી શકું

તમારી Shopify ઍફિલિએટ ભાગીદારી સંબંધિત સપોર્ટ અને સામાન્ય પૂછપરછ માટે, તમે ઇમેઇલ દ્વારા અમારી સમર્પિત એફિલિએટ સપોર્ટ ટીમનો affiliates@shopify.com પર સંપર્ક કરી શકો છો.