Shopify Collective
તમારી મનપસંદ બ્રાંડ સાથે મોટા પાયે વેચાણ કરો
પ્રોડક્ટ કૉલૅબરેશન, ક્યુરેટેડ માર્કેટપ્લેસ અને તેની વચ્ચેની દરેક બાબતને સશક્ત બનાવવા માટે તમારી મનપસંદ બ્રાંડ સાથે કનેક્ટ થાઓ—Shopifyમાં સરળતાથી.
Shopify પર નવા છો? 3-દિવસની મફત ટ્રાયલથી શરૂઆત કરો
વેચાણ કઈ રીતે કરવું તે પસંદ કરો
છૂટક વેપારી બનો, સપ્લાયર બનો અથવા બંને ઍપની સુવિધાઓનો સમન્વય કરો.
સાથે મળીને, તમે અજેય બનો છો
વેચાણ વધારવા, સરેરાશ ઑર્ડર મૂલ્ય (AOV) વધારવા અને નવા ગ્રાહકો મેળવવા માટે બ્રાંડ Shopify Collective પર કઈ રીતે એકસાથે મળીને કામ કરી રહી છે તે જાણો.


ક્રોસ-સેલિંગ
પોર્ટફોલિયો સ્ટોરફ્રન્ટ વચ્ચે Cozy Earth X Fount Society સ્કીનકૅર ક્રોસ-સેલિંગ વ્યૂહરચના 46% આવક ઊભી કરે છે

કો-બ્રાન્ડિંગ
Ten Thousand X GORUCK લિમિટેડ એડિશન પ્રોડક્ટ 16% ચોખ્ખા નવા વેચાણને વેગ આપે છે


ક્યુરેટ કરેલા કલેક્શન
Larroudé લક્ઝરી શૂઝની શ્રેણીમાં 17 પૂરક બ્રાંડ અને 6 કૅટેગરીનો ઉમેરો કરીને 82% ચોખ્ખું નવું વેચાણ મેળવે છે
પ્લગ-ઍન્ડ-પ્લે ઑટોમેશન
કંટાળાજનક કાર્યોથી છૂટકારો મેળવો અને સરળ બ્રાંડ પાર્ટનરશિપ શરૂ કરો.
મલ્ટિ-બ્રાંડ ચેકઆઉટ
એક બ્રાંડ હોય કે 10 બ્રાંડ, ગ્રાહકના કાર્ટમાં ગમે તેટલી પ્રોડક્ટ હોય, તેઓ એક જ વાર ચેકઆઉટ કરે છે અને ઑર્ડર ફુલફિલ કરવા માટે સીધા સપ્લાયર પાસે જાય છે.
ગણતરી કરેલ શિપિંગ
વજન અને ગ્રાહકના સ્થાનના આધારે ચેકઆઉટ વખતે મેળવેલા સપ્લાયરના રેટ સાથે દરેક વખતે સચોટ શિપિંગ ખર્ચ દર્શાવવામાં આવે છે.
ડાયરેક્ટ પેઆઉટ
આવકની વહેંચણી કરવાના કરાર બિલ્ટ-ઇન હોવાથી, બંને પક્ષોને ઑર્ડર ફુલફિલ થતાં જ ભંડોળ પ્રાપ્ત થઈ જાય છે.
સરળ રિટર્ન પ્રક્રિયા
થર્ડ-પાર્ટી ઍપનો ઉપયોગ કરીને કે Shopify ઍડમિન મારફતે, છૂટક વેપારીઓ રિટર્ન અને રિફંડની પ્રક્રિયા માટે સ્પષ્ટ નિયમો સેટ કરી શકે છે.
રિયલ-ટાઇમ ઇન્વેન્ટરી
પ્રોડક્ટ કોઈપણ અપડેટ સાથે અલ્ટ્રાફાસ્ટ સિંક થાય છે, જેનો અર્થ એ પણ છે કે ફ્લેશ સેલ દરમિયાન પણ ઓવરસેલિંગનું કોઈ જોખમ રહેતું નથી.
કંટ્રોલ કરેલ ઇમ્પોર્ટિંગ
પ્રોડક્ટ વિગતો અને બીજી બાબતો માટે છૂટક વેપારીની પૉલિસી મારફતે આખું સિંકિંગ મોટા પાયે મૅનેજ કરવામાં આવે છે.

બ્રાંડના પ્રોડક્ટ વિગતોના પેજ (PDP) પરથી કન્ટેન્ટનું પ્રારંભિક સિંક ખામીરહિત હતું, જેનાથી અમે અમારી પોતાની એડિટોરિયલાઇઝ્ડ ઇમેજરીને સામેલ કરીને ગ્રાહકના અનુભવને બહેતર બનાવી શક્યા.
મફતમાં શરૂઆત કરો
યોગ્ય Shopify સ્ટોર માટે Shopify Collectiveનો ઉપયોગ મફત છે.
હું છૂટક વેપારી છું
ઇન્વેન્ટરી ખર્ચ કે લાંબા ગાળાના કરાર વિના માત્ર વધુ નફો મેળવવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળી Shopify બ્રાંડની પ્રોડક્ટને ઇમ્પોર્ટ કરો અને વેચાણ કરો.
હું સપ્લાયર છું
છૂટક વેપારીઓને તેમના સ્ટોરફ્રન્ટ દ્વારા તમારી પ્રોડક્ટ વેચવા માટે મંજૂરી આપીને તમારી પહોંચ અને વેચાણમાં વધારો કરો.
















