વિભાજન

તમારા ગ્રાહકોને વધારવા માટે તેમને ઓળખો

અનોખા સેગમેન્ટ બનાવીને તમારા ગ્રાહકો વિશે શક્તિશાળી આંતરદૃષ્ટિ શોધો અને પછી વેચાણ વધારવા માટે વ્યક્તિગત ઝુંબેશો વડે તેમનો સંપર્ક કરો.

શું તમારી પાસે Shopify સ્ટોર નથી? 3-દિવસની મફત ટ્રાયલ સાથે શરૂઆત કરો.

તમારા ગ્રાહક ડેટાની માલિકી લો

તમારા વ્યવસાયને ચલાવવા માટે તમે જે સુરક્ષિત પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો તેના પરથી જ તમારા ડેટાને વધુ સારી રીતે સમજો અને તેના પર મફતમાં કાર્ય કરો.

અનંત શક્યતાઓ

અમર્યાદિત સંખ્યાના ગ્રાહકો અને ટેમ્પ્લેટના વધતા જતા કલેક્શન સાથે, તમે તમારા ગ્રાહકોને કેટલી રીતે જૂથબદ્ધ કરી શકો છો તેનો કોઈ અંત નથી.

ડાયનેમિક રીતે અપડેટ થાય છે

જેમ જેમ તમે નવા ગ્રાહકો ઉમેરો છો અને સમય જતાં તેમની માહિતી બદલાય છે, તેમ તેમ સેગમેન્ટ ઑટોમૅટિક રીતે અપડેટ થાય છે.

વિશ્વાસ જગાવો

માર્કેટિંગ સંમતિ મેળવવા અને GDPR અને CCPA જેવા ગોપનીયતા નિયમોનું પાલન કરવા માટે બિલ્ટ-ઇન ટૂલ વડે ગ્રાહક સંબંધો મજબૂત કરો.

સેગમેન્ટનો ઉપયોગ કરો

વધુ ઝડપથી વિભાજન કરવાનું શરૂ કરો

ઉપયોગમાં સરળ ટેમ્પ્લેટ વડે માત્ર બે ક્લિકમાં સેગમેન્ટ બનાવો. અમારું વિકસતું કલેક્શન એક્સપ્લોર કરો અને તમારા ગ્રાહકો વિશે વિચારવાની નવી રીતો શોધો.
Shopify એડમિનમાં ગ્રાહક સેગમેન્ટ વિભાગનું એડિટર અલગ અલગ સેગમેન્ટ માટેના ટેમ્પ્લેટ પ્રદર્શિત કરે છે, જેમ કે ઉચ્ચ-મૂલ્યવાળા ગ્રાહકોને જોડવા અને સબ્સ્ક્રાઇબરને પહેલી વખતના ગ્રાહકોમાં રૂપાંતરિત કરવા. દરેક સેગમેન્ટ રજૂ કરે છે તેવા વિવિધ લોકોને દર્શાવવા માટે એડિટરની આસપાસ વર્તુળોમાં અલગ અલગ ચહેરાઓ દેખાય છે.

ઉચ્ચ-મૂલ્યવાળા ગ્રાહકો સાથે કનેક્ટ થાઓ

વધુ ખર્ચ કરે તેવી શક્યતા ધરાવતા જૂથોને ઑફર કરવા માટે ડિસ્કાઉન્ટ બનાવો, જેથી તેમના ગ્રાહક તરીકેના આજીવન મૂલ્યમાં વધુ વધારો કરી શકાય.

વારંવાર ખરીદી કરનાર ખરીદદારોનો ફરી સંપર્ક કરો

અગાઉ ખૂબ જ સક્રિય રહેલા ગ્રાહકોને ઇમેઇલ અને SMS ઝુંબેશ મોકલો, જેથી તેઓ કંઈક નવું શોધે અને ફરીથી ખરીદી કરે.

છોડી દીધેલ ચેકઆઉટને રૂપાંતરિત કરો

કાર્ટમાં આઇટમ સેવ કરનાર અને ચેકઆઉટ ન કરનાર ગ્રાહકોને ખરીદી કરવા માટે રિમાઇન્ડર આપવા તેમની સાથેના ઇન્ટરેક્શન ઑટોમૅટિક કરો.

યોગ્ય ગ્રાહક સાથે જ કનેક્ટ થાઓ

તમારા ગ્રાહકોના ડેમોગ્રાફિક અને વર્તણૂક ડેટા પર આધારિત ફિલ્ટર વડે તમારા માર્કેટિંગ પ્લાન જેટલા જ ટાર્ગેટ કરેલા સેગમેન્ટ બનાવો.

કસ્ટમ વિશેષતાઓ ઉમેરો

તમે તમારી ગ્રાહક પ્રોફાઇલમાં ઉમેરેલા અનોખા મેટાફીલ્ડ ડેટા દ્વારા જૂથબદ્ધ કરો.

ગ્રાહકોના વર્તન પરથી શીખો

તમારા ઇમેઇલ અને SMS સંબંધિત ક્રિયાઓ દ્વારા સૉર્ટ કરો, જેમ કે શું સબ્સ્ક્રાઇબરને સંદેશ પ્રાપ્ત થયો છે, તેમણે ક્લિક કર્યું છે અને ઑર્ડર આપ્યો છે કે કેમ.

ચોક્કસ સ્થાનોને ટાર્ગેટ કરો

કોઈ ચોક્કસ દેશ, રાજ્ય અથવા પ્રાંત અથવા સામાન્ય સ્થાનના આધારે ગ્રાહકોનું વિભાજન કરો.

કોણ શું ખરીદી રહ્યું છે તે શોધો

કયા ગ્રાહકોએ ચોક્કસ પ્રોડક્ટ ખરીદી છે તે સમજવા માટે ખરીદીના વર્તન દ્વારા ફિલ્ટર કરો.
Shopify એડમિન વિભિન્ન સેગમેન્ટ માટે ફિલ્ટર પ્રદર્શિત કરે છે, જેમ કે સ્થાન, ઑર્ડરની સંખ્યા, ઇમેઇલ અને SMS સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ અને ખરીદેલી પ્રોડક્ટ. એક આફ્રિકન અમેરિકન વેપારી, જેણે પીળો શર્ટ પહેર્યો છે અને લેપટોપ પર ટાઇપ કરી રહ્યો છે, તેને અસરકારક રીતે કામ કરતો દર્શાવવામાં આવ્યો છે.

વધુ વ્યૂહાત્મક રીતે વિભાજન કરવા માટેના સંસાધનો

હેલ્પ સેન્ટર

સેગમેન્ટ બનાવવા માટે ત્વરિત જવાબો અને માર્ગદર્શિત પગલાંઓ શોધો.

હેલ્પ સેન્ટરની મુલાકાત લો 

Sidekick

નૅચરલ લેંગ્વેજનો ઉપયોગ કરીને AI વડે ગ્રાહક સેગમેન્ટ બનાવો.

વધુ જાણો 

બ્લોગ

બ્લોગ પર નવીનતમ વિભાજન વ્યૂહરચનાઓ વિશે જાણો.

બ્લોગ વાંચો 

ગ્રાહક વિભાજન વડે તમારા ડેટાને વધુ કાર્યક્ષમ અને તમારા માર્કેટિંગને વધુ સ્માર્ટ બનાવો